
સ્મીમેર હોસ્પિટલ તેમજ નવી સિવિલ હોસ્પિટલમાં ગરમીના પગલે દર્દીઓ માટે કોઈ વ્યવસ્થા કરવામા આવી નહી હોવાથી દર્દીઓની હાલત કફોડી બની ગઈ છે. સ્મીમેર હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ ગરમીથી રાહત મેળવવા બજારમાંથી પંખા ખરીદીને લઈને આવવા પડે છે. મોટા ભાગના વોર્ડમાં પંખા તૂટી ગયા છે અથવા ધીમી ગતિએ ચાલી રહ્યા છે. ઘણા વોર્ડ માં બેડ કરતા પંખા ઓછા છે. આવી સ્થિતિમાં દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. અને નવી સિવિલ હોસ્પિટલ ના મહિલા સર્જરી વોર્ડમાં તો દર્દીઓની હાલત બદતરમાં બદતર છે. કેટલાક ઓપરેશનની રાહ જોતા પાંચ દિવસથી ગરમી સહન કરી રહ્યાં છે તો કેટલાક ઑપરેશન કરાવી ચુક્યા છે. ગરમીના કારણે ટાકાઓમા બળતરા થાય છે. તંત્રના અધિકારીઓ ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ગરમી ખૂબજ પડેછે એટલે આવું થાય છે.