તાજેતરમાં ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલાગામે રાવળ(યોગી)સમાજ 84 ગોળ પ્રગતિ મંડળ દ્વારા આયોજિત 11મો સમુગ્નોત્સવ યોજાયો હતો. તા.11-03-2024 સોમવારના રોજ નવયુગલો અગ્નિની સાક્ષીએ સાત ફેરાફરી સંસાર જીવનની કેડીએ પ્રભુતા માં પગલા માંડશે.આ સમૂહલગ્ન માં ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.તેમાં લગ્નગીત ની રમઝટ બોલાવી વિશાલ યોગીરાજે લોકોને ખૂબ જ આનંદ કરાવ્યો હતો.આ સમૂહલગ્નમાં દીકરીઓને લગ્નના કરિયાવરમાં તમામ ઘરવખરીની ભેટસોગાત આપવામાં આવી હતી. સમારંભમાં ભોજનના મુખ્યદાતા શ્રી વિજયકુમાર પટેલ અને નવીનભાઈ પટેલ હતા.આ શુભ સમારંભના 84ગોળના પ્રમુખશ્રી,મંત્રીશ્રી તેમજ લગ્ન સમિતિ પ્રમુખશ્રી,મંત્રીશ્રી સહિત જિલ્લાસદસ્ય,તાલુકાસદસ્ય,સરપંચશ્રી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય શ્રીઅલ્પેશ ઠાકોર દ્વારા રાવળદેવની ખૂબ જ પ્રશંસા કરી એવું કહેવત છે કે બધાનું નામ લેવાય પરંતુ રાવળદેવનું નામ ના લેવાય તેઓએ સમાજને પ્રવચન આવ્યું હતું.આ સમૂહલગ્નનો સમારોહ શાંતિપૂર્વક સફળ નિવડયો હતો.

2,501 Less than a minute