રાજુલાના ડુંગર પોલીસ સ્ટેશનની રાજપરડા પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ શુભેચ્છા મુલાકાત લીધી…
પ્રાથમિક શાળાના ધોરણ-૭ અને ૮ ના વિદ્યાર્થીઓએ ડુંગર પોલીસ સ્ટેશનની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતાં.

રાજુલાના ડુંગર પોલીસ સ્ટેશનની રાજપરડા પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ શુભેચ્છા મુલાકાત લીધી..
રાજુલા તાલુકાના રાજપરડા ગામના પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ ડુંગર પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામા આવી હતી. પ્રાથમિક શાળાના ધોરણ-૭ અને ૮ ના વિદ્યાર્થીઓએ ડુંગર પોલીસ સ્ટેશનની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતાં. આ મુલાકાત દરમિયાન પીએસઆઇ કે.જી. મૈયા દ્વારા વિધાર્થીઓને સાયબર ક્રાઇમને લગતી જાગૃતિ અને હ્યુમન ટ્રાફિકીંગ અને ટ્રાફિકને લગતી સહિત વિવિધ જાગૃતાની બાબતોએ માર્ગદર્શન આપ્યું હતું. વિધાર્થીઓને સાયબર ક્રાઇમ જાગૃતતા માટેની પત્રિકાઓ આપવામા આવી હતી. ડુંગર પોલીસ સ્ટેશનની મુલાકાત દરમિયાન વિધાર્થીઓમા ખૂબજ આનંદ જોવા મળ્યો હતો. ખાસ કરીને ડુંગર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીએસઆઇ કે.જી.મૈયાની નિમણૂક થતાં જ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે પીએસઆઇ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામા આવી રહ્યું છે. અને રાહદારીઓને અડચણરૂપ વાહનો ના થાય તે બાબતે તેમજ ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા માટે લોકોને સુચનાઓ આપવામાા આવી હતી…..