
બ્રેકિંગ ન્યુઝ:-/લુણાવાડા
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગાંધીનગર આયોજિત આજરોજ જિલ્લા કક્ષાનો પરંપરાગત રમતોત્સવ વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયો હતો.આ રમતોત્સવમાં માં પી.એમ.શ્રી. માખલીઆ પ્રાથમિક શાળા તા લુણાવાડા દ્વારા ભાગ લઈ
જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે આવી શાળા નું નામ રોશન કર્યું છે .વિજેતા ટીમ ને શાળા અને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવ્યા હતા.
વિજેતા ટીમ
૧ લંગડી બહેનો પ્રથમ
૨ સતોડિયુ (લગોરી) બહેનો પ્રથમ
૩ સતોડિયુ (લગોરી) ભાઈ ઓ પ્રથમ
ઉપરોક્ત ત્રણેય ઇવેન્ટ માટે જિલ્લા કક્ષાએ શાળા ટીમે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ટીમ ના કનવીનર તરીકે સંગીતાબેન ભોઈ સુંદર આયોજન કરી શાળા નું નામ રોશન કર્યું છે. વિજેતા ટીમ હવે રાજ્ય કક્ષાએ ભાગ લઈ હજુ વધારે શાળા નું નામ રોશન કરશે તેમ જણાવ્યું હતું.
રિપોર્ટર: વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત.