A2Z सभी खबर सभी जिले कीUncategorizedगुजरात

પાટણ સખેશ્વર શંખેશ્વર હાઈવે પર પીકઅપ વાન અને વેગેનાર કાર વચ્ચે થઈ ટક્કર, કારમાં ભીષણ આગ લાગતા બે લોકો જીવતા ભડથું

પાટણ સખેશ્વર
શંખેશ્વર હાઈવે પર પીકઅપ વાન અને વેગેનાર કાર વચ્ચે થઈ ટક્કર, કારમાં ભીષણ આગ લાગતા બે લોકો જીવતા ભડથું
પાટણ જિલ્લાના હાઇવે માર્ગો ઉપર છાસવારે અકસ્માતોના નાના-મોટા બનાવો બનતા હોય છે ત્યારે આજે સવારે વધુ એક અકસ્માતની ગોઝારી ઘટના બનવા પામી હતી. શંખેશ્વરથી દશાવડા હાઇવે માર્ગ ઉપર સંસ્કાર વિલા પાવાપુરી પાસે આજે સવારના સુમારે પિકઅપ ડાલુ અને કાર સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતને પગલે બંને ગાડીઓમાં એકાએક આગ ભભૂકી
અકસ્માતને પગલે બંને ગાડીઓમાં એકાએક આગ ભભૂકી ઉઠતા અફરાતફડી મચી જવા પામી હતી જો જોતામાં આગે પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી વેગેનાર કારને પોતાની ઝપટમાં લઈ લીધી હતી આગ એટલી પ્રચંડ હતી કે ગાડીમાં સવાર બંને મુસાફરો બહાર નીકળી શક્યા ન હતા અને આગમાં જ બળીને ખાખ થયા હતા.
શંખેશ્વર પોલીસને થતાં પીઆઇ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો
આ અંગેની જાણ શંખેશ્વર પોલીસને થતાં પીઆઇ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોની લાશને બહાર કાઢી તેઓની ઓળખ વિધિની કામગીરી હાથ ધરી છે. આગ એટલી પ્રચંડ હતી કે ગાડીનો નંબર પણ જણાતો નથી.­

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!