
બ્રેકિંગ ન્યુઝ:-/સંતરામપુર
સંતરામપુર નગરમાં મદ્રસા ઇસ્લામિયા વિકાસ કમિટી ટ્રસ્ટ સંચાલિત દ્વારા મદ્રસામાં દિન ની તાલીમ લઈ રહેલ બાળકો નો વાર્ષિક ઇમતિહાન તથા જલસા નો કાર્યક્રમ મદની મસ્જિદ પાસે યોજાયો.
સંતરામપુર નગરમાં મદ્રસા ઇસ્લામિયા વિકાસ કમિટી ટ્રસ્ટ સંચાલિત મદ્રસામાં દિન ની તાલીમ લઈ રહેલ બાળકો નો વાર્ષિક ઇમતિહાન તથા જલસા નો કાર્યક્રમ 29 ફેબ્રુઆરી 2024 ના રોજ સંતરામપુર નગરમાં આવેલ મદની મસ્જિદ પાસે યોજાયો હતો. જેમાં આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે મુફસ્સીરે કુરાન હજરત મોલાના મુફ્તી ખાલિદ રસીદ સાહબ પણ લુણાવાડા થી આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા. તથા આ કાર્યક્રમ માં દિન ની તાલીમ રહેલ કુલ 66 બાળકો માંથી 47 જેટલાં બાળકોએ દુવા, સવાલ જવાબ તેમજ તકરીર માં ભાગ લીધો હતો.
જેમાં બાળકો માં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. તેમજ આ કાર્યકમ માં ભાગ લેનાર તમામ બાળકોને કમિટી ગ્રુપ દ્વારા ઈનામ પણ વિતરણ કરવામાં આવેલ હતા.ત્યારબાદ આ કાર્યકમ માં આવેલ મુફસ્સીરે કુરાન હજરત મોલાના મુફ્તી ખાલિદ રસીદ સાબ લુણાવાડા થી પધારેલ મહેમાન નું કમિટી દ્વારા ફુલહારથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ મોલાના દ્વારા નુરાની અંદાજ માં શાનદાર બયાન પણ કરવામાં આવેલ અને સાથે અંતમાં દુવાઓ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવેલ હતો.
આ કાર્યક્રમ મુખ્ય મહેમાન તરીકે મુફસ્સીરે કુરાન હજરત મોલાના મુફ્તી ખાલિદ રસીદ સાહબ લુણાવાડા તથા તમામ આલીમો તેમજ મદ્રસા ઇસ્લામિયા વિકાસ કમિટી ટ્રસ્ટ સંચાલિત મદ્રસાના કમિટી ગ્રુપ મેમ્બરો તથા અન્ય કમિટી ગ્રુપ મેમ્બરો તથા ગામના આગેવાનો, વડીલો, યુવાનો, બાળકો, મહેમાનો, ભાઈઓ તથા બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.જેમાં આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન મદ્રસા ઇસ્લામિયા વિકાસ કમિટી ટ્રસ્ટ સંચાલિત દ્વારા કરી સફળ બનાવવામાં આવ્યો હતો.
રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત