સાંતલપુરના કાચા રસ્તાને ડામર રોડ બનાવવા માંગ નવીન ડામર રોડ બનાવવા અંગે CM ને રજૂઆત કરાઈ

સાંતલપુર તાલુકાના મઢુત્રાથી સાંતલપુરને જોડતો કાચો રસ્તાને નવીન ડામર રોડ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી અને અહીંની સ્થાનિક સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી . મઢુત્રા ગામથી સાંતલપુરને જોડતો કાચો માર્ગ વર્ષોથી તેમજ ગામના લોકોનો રોજિંદો માટે સાંતલપુર આવવુ પડે છે જેમાં આઈટીઆઈ , હોસ્પિટલ , કોટક ઉપયોગ કરી શકે ત્યારે હાલમાં કાચો રસ્તો હોવાથી ચોમાસાની સિઝનમાં આ રસ્તો ચાલવા લાયક રહેતો નથી તેમજ રસ્તો સદંતર બંધ જેવો થઈ જાય છે . લોકોને આ રસ્તો પાકો ન હોઈ હાલાકીનો સામનો કરવો પડે છે . જેથી આ રસ્તાને પાકો ડામર રોડ બને તો મઢુત્રાથી સાંતલપુર આવતા ૩ કિ.મી.નુ અંતર ઓછું થાય તેમ છે તેમજ ઈંધણનો પણ બચાવ થઈ શકે તેમ છે તે માટે આ રોડને મંજુર કરવામાં આવે અને રસ્તાને પાકો ડામર રોડ બનાવવામાં આવે તેવી રહીશ ઘનશ્યામભાઈ ઉપાધ્યાય દ્વારા માંગ કરવામાં હતી .
વ્યવહાર
પરિવારના કુળદેવી , જૈન મહારાજ , મોમાઈ મોરા પગપાળા જતા યાત્રાળુઓ સહિતના લોકો આ રસ્તાનો