
ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ને માફ કરી, પીએમ મોદી ના હાથ મજબુત કરવા જોઈએ, તેવી પ્રદેશ ભાજપ નાં ક્ષત્રિય સમાજના નેતાઓએ કરેલી અપીલ ને હવે ક્ષત્રિય સંકલન સમિતિએ ફગાવી દીધી હતી. ક્ષત્રિય સમાજ ની સંકલન સમિતિના કનવિનર કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે ભાજપની માફી અમને સ્વીકાર્ય નથી. જ્યાં સુધી પરષોત્તમ રૂપાલા પદ પર રહેશે ત્યાં સુધી અમે વિરોધ ચાલુ રાખીશું. આ ઉપરાંત તારીખ સાતમી નાં રોજ ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી મતદાન કરશે, જોકે મતદાનમાં કોઈ પણ જાતનું ઘર્ષણ ના થાય તેની કાળજી પણ રાખવા અપીલ કરવામા આવી છે. ચૂંટણી પછી પણ રૂપાલાનો વિરોધ ચાલુ જ રહેશે. બીજી તરફ જોઈએ તો રાજવી પરિવાર તથા ભાવનગર મા કારડીયા રાજપૂત સમાજ દ્વારા ભાજપ ને તથા પીએમ મોદીને સમર્થન જાહેર કરાયું હતું. આમ સમગ્ર માહોલ જોતા એવુ પણ લાગી રહ્યું છે, કે ક્ષત્રિય આંદોલન ના બે ભાગલા પાડી ગયા છે