
પાટણ જિલ્લાના રાધનપુર માં ત્રણ વેપારી ઓ જુગાર રમતા રાધનપુર પોલીસે ઝડપી પોલિશ મથકે નોંધાઈ ફરિયાદ કરી પોલીસે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે જુગાર રમતાં ત્રણ વેપારીઓ ઝડપાયા છે.રાધનપુર પોલીસ સ્ટેશન નો પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો જે દરમિયાન મહેસાણા હાઇવે પર ગાયત્રી ઓટો ઇલેક્ટ્રિક નજીક તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમી મળતાં બાતમીના આધારે પોલીસે રેડ કરતાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા હતા. ત્રણ શખ્સો ને કોર્ટન કરીને કુણાલભાઈ રમેશકુમાર પટેલ રહે.પટેલવાસ હાલ રહે.અમદાવાદની અંગ ઝડતી કરતા રૂ.3500નો મુદ્દામાલ, નીતેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ રહે.જગદંબા સોસાયટી રાધનપુર પાસેથી રું.1000 રોકડા અને પાર્થભાઈ ગિરીશભાઈ પટેલ પાસેથી રૂ.4420 મળી કુલ રૂ.11420 રોકડ મુદ્દામાલ કબ્જે કરી રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.