A2Z सभी खबर सभी जिले कीUncategorizedक्राइमगुजरात

પાટણ જિલ્લાના સાંતલપુરના ગોખાંતર ગામ ખાતે નરેગા નાં કામમાં કૌભાંડ થયું હોવાનો ગ્રામજનો નો આક્ષેપ

પાટણ જિલ્લાના

સાંતલપુરના ગોખાંતર ગામ ખાતે નરેગા નાં કામમાં કૌભાંડ થયું હોવાનો ગ્રામજનો નો આક્ષેપ

નરેંગા ની યોજના હેઠળ ગામ તળાવમાં પાણી નો સંગ્રહ કરવા નરેંગા યોજના હેઠળ કામ કરવામાં આવી રહ્યું છે,તાલુકા વિકાસ અધિકારી ની હાજરીમાં જ JCB વડે નરેંગા નું કામ થતું હોવાનો ગામ લોકોએ  આક્ષેપ કર્યો છે

પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકામાં આવેલ ગોખાંતર ગામ ખાતે નરેંગા ના કામમાં કૌભાંડ થયું હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે હાલમાં જે ગોખાંતર ગામે ચાલી રહેલ નરેંગા ના કામમાં શ્રમિકો ને બદલે JCB વડે કામ કરવામાં આવતા ગ્રામજનો માં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામ લોકોએ સ્થળે પહોંચી જેસીબી અને આવેલ કર્મચારીઓ નાં વિડિયો લઈ નિવેદન લેતાં નજરે ચડ્યા હતા.અને જેસીબી દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તેના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યા છે. ત્યારે ચોક્કસ થી કહી સકાય કે તંત્રની જવાબદારી તંત્ર સે નિભાવવાના બદલે મશીનરી થી કામ કરવામાં આવતા સરકાર દ્વારા હે શ્રમિકો ને લઇને આ યોજના હેઠળ વેતન પૂરું પડવામાં આવતું હોય છે ત્યારે આવા જવાબદાર અધિકારી કે જે તે તંત્ર સામે યોગ્ય અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

સરકાર તરફથી શ્રમિકો ને રોજગારી આપવા ના હેતુથી આ  નરેંગા નું કામ કરવામાં આવતું છે.પરંતુ સાંતલપુરના ગોખાંતર ગામ ખાતે સરકારી યોજના હેઠળ ચાલતા કામમાં મોટા પાયે કૌભાંડ થયું હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવતા પંથક મા ચકચાર મચી છે સાથેજ ગામનાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

તો બીજી તરફ મળતી માહિતી મુજબ તાલુકા વિકાસ અધિકારી ની હાજરીમાં જ JCB વડે નરેંગા નું કામ થતું હોવાનો ગામ લોકોએ  આક્ષેપ કર્યો છે.ત્યારે સુ આવા અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું પરંતુ હાલમાં મનરેગા હેઠળ ચાલી રહી યોજના માં સાંતલપુર નાં ગોખાંતર ગામ ખાતે શ્રમિકો સાથે ચોક્કસપણે બેવડું વલણ જોવા મળતા ગ્રામજનો માં ભારે રોષ પ્રસરી રહ્યો છે તેમજ આવા સરકારી કામમાં જે અધિકારીઓ સામેલ હોય તેવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવું લોકો જણાવી રહ્યા છે.

સાંતલપુરના ગોખાંતર ગામે નરેંગા ની યોજના હેઠળ ગામ તળાવમાં પાણી નો સંગ્રહ કરવા નરેંગા યોજના હેઠળ કામ કરવામાં આવી રહ્યું છે.ત્યારે ગામ લોકોએ આ ઘટના ને પગલે મળતી માહિતી મુજબ વારાહી ટીડીઓને રૂબરૂ મળી રજૂઆત કરી હતી અને ઘટના ને પગલે વારાહી ટી.ડીઓ એ તપાસના આદેશ કર્યા છે.અને ગામ નાં લોકોને  ખાતરી આપી હાલ હૈયા ધારણાં આપી હોવાની વિગત જાણવા મળી રહી છે.વારાહી ટીડીઓએ ગોખાતર ગામડી ખાતે ચાલતા તળાવની કામગીરી ની રુબરુ કરી મુલાકાત પણ લીધી હતી તેમજ મનરેગા ના અધિકારીઓ ને તપાસ ના આદેશ કરવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે. પરંતુ સરકારી મનરેગા યોજનાં હેઠળ કામમાં કૌભાંડ સામે આવ્યું છે ત્યારે ચોક્કસ પને શ્રમિકોને બદલે જેસીબી દ્વારા કામ કરવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે સાથેજ  પૂરતી તપાસ કરવામાં આવે અને જે તે જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક વલણ દર્શાવી યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે.

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!