A2Z सभी खबर सभी जिले की

Ahmedabad: ગુજરાતમાં દારૂ સપ્લાય કરનાર 10 બુટલેગરોને પકડવા ઈનામ જાહેર, માહિતી આપનારને રૂ. 20 હજારથી લઈને 1 લાખ સુધીનું ઈનામ મળશે

માહિતી આપનારને રૂ. 20 હજારથી લઈને 1 લાખ સુધીનું ઈનામ મળશે

Ahmedabad: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આસપાસના રાજ્યોમાંથી યેનકેન પ્રકારે રાજ્યમાં દારૂ ઠલવાતો હોય છે. બુટલેગરો અવનવા કીમિયા અજમાવીને પણ ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે. એવામાં પોલીસ પકડથી દૂર રહેલા લિસ્ટેડ બુટલેગરોને પકડવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રોકડ ઈનામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા અને રાજસ્થાના 10 જેટલા બુટલેગરો પર 20 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.

ગત 16 માર્ચના રોજ આગામી લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આચાર સંહિતા અમલી થઈ ગઈ છે. એવામાં રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાંથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં સપ્લાય કરનારા બુટલેગરો પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરે છે. આવા આરોપીઓને ઝડપી પાડવા માટે તેમજ તેમના વિશે પોલીસને સચોટ માહિતી આપનારને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

જે 10 બુટલેગરો પર ઈનામની જાહેરાત કરવામાં આવી છે, તેમના પર ગુજરાતના પાલનપુર, ડીસા, થરાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભાવનગર અને પંચમહાલ સહિત અનેક જિલ્લાઓમાં ગુના નોંધાયેલા છે. આ આરોપીઓ પોલીસ પકડથી બચવા માટે છેલ્લા ઘણા સમયથી નાસતા ફરે છે. આથી તેઓને પકડવા માટે ઈનામની જાહેરાત કરાઈ છે.

આરોપીનું નામસરનામુંજાહેર થયેલ ઈનામબેંગારરામ ઉર્ફે છોટુ ખીલેરી બળવતારામ બીકોઈભીનમાલ, જાલોર,

રાજસ્થાન20,000અનિલ ઉર્ફે પાડા જગદીશપ્રસાદ જાટરૂપનગર, ફતેપુર સીકર, રાજસ્થાન1,00,000તૌફીક નજીરખાન મુસલમાનજારીયા દુધવા, ચુરુ, રાજસ્થાન25000ભરત ઉદાજી ડાંગીઉદેપુર.રાજસ્થાન25000સુનિલ ઉર્ફે ભવરલાલ મોતીલાલ દરજીઉદેપુર, રાજસ્થાન50000આશિષ ઉર્ફે આસુ રમેશચંદ્ર અગ્રવાલઆબુરોડ, શિરોહી, રાજસ્થાન25000પીરારામ મેવારામ દેવાસી(રબારી)પોસલા, રાજસ્થાન100000વાસુસિંહ ઉર્ફે ગુલાબસિંહ રામસિંહ વાઘેલારામનગર, તા.દાંતીવાડા, જિ.બનાસકાંઠા25000કાંતીલાલ ઉર્ફે રોહિત રતીલાલ મારવાડીભીનમાલ, જાલોર, રાજસ્થાન20000

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!