
સુરત નવી સિવિલ હોસ્પિટલ નું કેમ્પસ છેલ્લા કેટલાક દિવસોથી ભૂંડોનો ત્રાસ વધવા પામ્યો છે. સિવિલ હોસ્પિટલ ના કેમ્પસની આજુબાજુ અને કેમ્પસ માં મોટી સંખ્યામાં ભૂંડોના ટોળેટોળા જોવા મળી રહ્યા છે. જેના કારણે ત્યાંના ડોક્ટરો પરેશાન થઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ જેને પગલે ત્યાં ગંદકી પણ જોવા મળી રહી છે. ડોક્ટરો નુ કહેવું છે કે કેમ્પસમાં શાકભાજી પણ ઉગાડી સકતા નથી. કારણ કે ભૂંડ તેનો નાસ કરી નાખે છે.અને કેમ્પસ ની આજુબાજુમાં ઝાડી ઝાંખરા હોવાને કારણે ભુંડો નું ત્યાં રહેઠાણ થય ગયુ હોય. ત્યાં પાણીનો ભરાવો થતાં ભૂંડો દ્વારા ગંદકી વધારે ફેલાય છે. દિનપ્રતિદિન ભુંડોની સંખ્યા વધતી જાય છે. હોસ્પિટલના નિવાસી રહેઠાણ ની આજુબાજુ ભૂંડ ના ટોળા નાં કારણે તબીબો, કર્મચારીઓ અને મુલાકાતીઓ પરેશાન થઈ રહ્યા છે.