ગટરમાં જ્યાં જુઓ ત્યાં ખુલ્લા ઢાંકણા તેમજ સફાઈનો અભાવ : હાઇવે ઓથોરિટી ની બેદરકારી ક્યાંક ભારે પડિ શકે
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ખુલ્લી ગટરથી અકસ્માતની ભીતિ સર્જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા

ગટરમાં જ્યાં જુઓ ત્યાં ખુલ્લા ઢાંકણા તેમજ સફાઈનો અભાવ : હાઇવે
ઓથોરિટી ની બેદરકારી ક્યાંક ભારે પડિ શકે
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ખુલ્લી ગટરથી અકસ્માતની ભીતિ સર્જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.રાધનપુર નાં ગંજ રોડ પાસે ખુલ્લી ગટરો અને કચરાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે.તેમજ ગ્રામ્ય વિસ્તારો ને જોડતો મુખ્ય માર્ગ અને રાધનપુર શહેર નો APMC માર્ગ પાસે ખુલ્લી ગટરો હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ ખુલ્લી ગટરો ને કારણે કેટલીક વાર અહીંયા અબોલ પશુઓ સહિત માણસો પણ આ ખુલ્લી ગટરમાં પડયા હોવાની વિગતો સામે આવી છે. ત્યારે NHAI દ્વારા બનાવેલ ભૂગર્ભ ગટરની હાલત બિસ્માર જોવા મળતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. નેશનલ હાઇવે ઓથોરિટી ની બેદરકારી ક્યાંક ભારે પડિ શકે તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
રાધનપુરના ગંજ રોડ અને ગ્રામ્ય વિસ્તારો નાં રીક્ષા સ્ટેન્ડ જે ગંજના નાકા પાસે ખુલ્લી ગટરો જોવા મળી રહી છે તેમજ ગટરમાં જ્યાં જુઓ ત્યાં ખુલ્લા ઢાંકણા તેમજ સફાઈનો અભાવ પણ જોવા મળ્યો છે.ત્યારે ગટરના ખુલ્લા ઢાંકણા ને કારણે અકસ્માત સર્જાઈ શકે તેવી પરિસ્થિત જોવા મળી રહી છે.ત્યારે આ રસ્તા પર પસાર થતા લોકો માં ડર નો માહોલ જોવા મળી રહ્યો છે.અને તાત્કાલિક ધોરણે યોગ્ય વ્યવસ્થા કરી ગટરો સાફ સફાઈ કરી ખુલ્લી ગટર માં ઢાંકણાં નાખવામાં આવે તેવી શહેરીજનો સહિત ગ્રામ્ય વિસ્તારો નાં લોકો તેમજ વાહન ચાલકો ની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
ખુલ્લી ગટરો હોવાના કારણે અક્સ્માત ની ભિતી સેવાઈ રહી છે સાથેજ ભૂગર્ભ ગટર બ્લોકેજ હોવાથી અવાર નવાર ઉભરાવવાની સમસ્યા વધી છે.તેમજ સાફ સફાઈ નો અભાવ પણ જોવા મળી રહ્યો છે.ત્યારે હાઇવે ઓથોરિટી ની બેદરકારી ક્યાંક ભારે પડિ શકે છે.જેને લઇને સત્વરે ભૂગર્ભ ગટરના ઢાંકણા નાખવામાં આવે તેમજ સાફ સફાઈ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.