
પાટણ..રાધનપુર
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે રામનવમી ની ઉજવણી
દેશભરમાં ઠેર ઠેર પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન ની આજે રામનવમી પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણીઓ થઈ રહી છે…
ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે રામનવમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી…
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ અને રામનવમીની નાં પાવન પર્વે કલ્યાણપુરા ગામનાં રામજી મંદિર ખાતે સમસ્ત ગ્રામજનો પહોચી દર્શન કરી શ્રી રામચંદ્ર ભગવાન ની ભવ્ય આરતી પૂજા અર્ચના કરી મહા પ્રસાદ લેતાં ગ્રામજનો માં ઉત્સાહ જોવા મળ્યો હતો…
કલ્યાણપુરા રામજી મંદિર પરિસરમાં લોકોએ જય જય શ્રી રામ નાં નાદ સાથે મહા આરતી નો લાભ લઈ રામનવમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી…