
બ્રેકિંગ ન્યુઝ:-/સંતરામપુર
સંતરામપુર નગરમાં આવેલ પટેલ ફળિયા વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપનીના વીજ વાયરો નડતર રૂપ અને થાંભલાઓ રસ્તાની વચ્ચે હોવાથી તેની રજુઆત કચેરીને લેખિત માં કરવા છતાં અને ચાર દિવસ થઈ ગયા છતા કામ કરવા માં ન આવતા ભારે રોષ.
સંતરામપુર નગરમાં આવેલ પટેલ ફળિયા વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપની ના વીજ વાયરો નડતર રૂપ અને થાંભલાઓ રસ્તાની વચ્ચે હોવાથી આ વિસ્તાર માં ઈમરજન્સી માં આવતા જતા વાહન ચાલકો તથા અક્સ્માત સર્જાય તેવી સ્થિતિ હોવાથી સંતરામપુર માં રહેતા મિડિયા તરીકે ફરજ બજાવતા સલમાન મોરાવાલા દ્વારા આજથી ચાર દિવસ પહેલા સંતરામપુર માં આવેલ મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરીમાં નાયબ ઈજનેર શ્રી, હર્ષદ કલાલ ને લેખિત માં રજુઆત કરવામાં આવી છે.
છતા હજુ સુધી જવાબદાર અઘિકારીઓ દ્વારા કા તો તેમની ટીમ દ્વારા આ સ્થળ નું નિરીક્ષણ કરવામાં આવેલ નથી. જેથી આ બાબતે ફરી આ જાગૃત્ત નાગરિકે કચેરીમાં જઈ મોખિક રજુઆત કરતા જવાબદાર અધિકારી એ જવાબ માં જણાવેલ કે અરજી ની મર્યાદા 60 દીવસ ની હોય છે. તો પછી અરજદાર નું કહેવું છે કે પછી હાલમાં કોઈ કુદરતી ધટના બની જાય તો જવાબદાર કોણ રહેશે.
જેથી મધ્ય ગુજરાત વીજ કંપની નું ઉચ્ચ વહીવટી તંત્ર અને જિલ્લા નું વહિવટી તંત્ર આ બાબતે તાત્કાલિક તપાસ હાથ ધરી કામ કરાવે તેવી આ જાગૃત્ત નાગરિક ની અને પત્રકાર ની માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટર:-/Vipul prajapati दाहोद।