પાટણમાં વૃદ્ધે પોતાના નાના ભાઈ ભાભી ના ત્રાસથી ગળેફાંસો ખાઈ જીવન લીલા સંકેલી

મૃતકના પુત્ર દ્રારા પોતાના મૃતક પિતાની સુસાઈડ નોટ આધારે કાકા- કાકી વિરુદ્ધ મોત માંટે દુષ્પ્રેરણ ની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.. પાટણ શહેર માં એક વૃદ્ધ વ્યક્તિએ પોતાના જ સગા નાનાભાઈ અને તેની પત્નીના અસહ્ય ત્રાસને કારણે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.તો મૃતકના ભાઈ- ભાભીએ પ્લોટની અદાવતમાં અગાઉ તેઓની સાથે ઝઘડા કરી તેઓની બંને દિકરીઓના ચરિત્ર વિરુદ્ધ બેફામ વાતો કરીને માર માર્યો હોવાના આક્ષેપ સાથે મૃતક વૃદ્ધ દ્વારા લખાયેલી સુસાઇડ નોટ ના આધારે મૃતકના પુત્ર એ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં પોતાના કાકા-કાકી વિરુદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણ ની ફરિયાદ નોંધાવી હોય જે બાબતે પોલીસે તપાસ ના ચક્રોગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
આ ધટના અંગે મળતી માહિતી મુજબ પાટણના પીપળાગેટ,તુરીવાસની બાજુમાં એક રહેણાંક મકાનમાં રહેતા લક્ષ્મણભાઈ ગોવિંદભાઈ સોલંકીએ સુસાઈડ નોટ લખી પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી .
આ ધટના પાછળ આત્મહત્યા કરનાર લક્ષ્મણભાઈ ના નાનાભાઈ અમૃતભાઈ ગોવિંદભાઈ સોલંકી અને તેની પત્ની સવિતાબેન અમૃતભાઈ સોલંકી ને મૃતકના દિકરાએ પોતાના પિતાની સુસાઈડ નોટ આધારે જવાબદાર ઠેરવ્યા છે. શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં મૃતક લક્ષ્મણભાઈ ગોવિંદભાઈ સોલંકીના પુત્ર વિશાલ સોલંકી એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પિતા અને કાકા અમૃતભાઈ સોલંકી વચ્ચે એક પ્લોટ નો વિવાદ ચાલતો હતો જેનો કેસ પાટણ સેશન કોર્ટમાં હતો તે દરમિયાન કોર્ટે લક્ષ્મણભાઈ સોલંકીના તરફેણમાં ચુકાદો આપ્યો હતો જેની અદાવત રાખીઆરોપીઓ અમૃતભાઈ ગોવિંદભાઈ સોલંકી અને તેમની પત્ની સવિતાબેન અમૃતભાઈ સોલંકી અવાર નવાર લક્ષ્મણભાઈ સોલંકી સાથે ઝઘડા કરતા હતા તેમજ લક્ષ્મણભાઈ ની બંને દીકરીઓના ચરિત્ર વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરતા હતા.
બંને આરોપીઓએ લક્ષ્મણભાઈ ને મહોલ્લા વચ્ચે માર મારીને અપમાનિત પણ કર્યા હતા તેમ જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેનાથી કંટાળી લક્ષ્મણભાઈએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હોવાનું મૃતક ના પુત્ર વિશાલ સોલંકીની ફરિયાદ ને આધારે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં અમૃતભાઈ ગોવિંદભાઈ સોલંકી અને સવિતાબેન અમૃતભાઈ સોલંકી બંને રહે પાટણ મિલન પાર્ક સોસાયટી સિદ્ધનાથ મંદિર ની સામે પાટણ વાળા વિરુદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણ સહિતની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.