
વરાછા વિસ્તારના યશ પ્લાઝા પાસે બીઆરટીએસ બસ પસાર થઈ રહી હતી. તે દરમિયાન સ્કુટર લઈ જઈ રહેલી મહિલાને બીઆરટીએસ ના ચાલકે ટક્કર મારી હતી. જેને પગલે મહિલાએ ગાડી પરથી કાબુ ગુમાવી દિધો હતો. જોકે મહિલા નીચે નહી પાડ્યા હોવાથી કોઈ ઈજા થઈ ન હતી. આ દરમિયાન અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. ગાડી ચલાવનાર મહિલા અને એકઠાં થઈ ગયેલા લોકોએ બસના ડ્રાઈવર ને બસમાંથી નીચે ઉતારી દિધો હતો. ત્યારબાદ લોકો અને મહિલા વિફરી હતી અને બસ ચાલક અને મહિલા વચ્ચે ઝપાઝપી થઇ હતી. બીઆરટીએસ બસ ચાલકો દ્વારા વારંવાર અકસ્માત કરતા હોવાને કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. લોકો પણ સીટી અને બીઆરટીએસ ના ચાલકો સામે પગલા લેવા માંગ કરી રહ્યા હતાં.