
જાણકારી મળ્યા અનુસાર નાશિક થી સુરત તરફ આવતી ખાંડનો જથ્થો ભરેલી ટ્રક સાપુતારા થી ત્રણ કિલમીટર નાં અંતરે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ખાંડનો જથ્થો ભરેલી ટ્રક સાપુતારા ની ઊંડી ખીણમાં ખાબકતા ટ્રકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ટ્રક ડ્રાઈવર અને ક્લીનર નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા.