
પાટણ..રાધનપુર
સાંતલપુરનાં દાત્રાણા મઢુંત્રા રોડ પર વિજ ડીપી ઉપર લિલિવેલ નું સામ્રાજ્ય : વીજ વાયર સાથે લીલીવેલ વીંટળાયેલી હોય શોર્ટ સર્કિટ અને અકસ્માત થવાની શક્યતા..
સાંતલપુર તાલુકાનાં દાત્રાણા ગામ ખાતે મઢુંત્રા રોડની સાઈડમાં મુખ્ય માર્ગ પર આવેલ Ugvcl દ્વારા નાખેલ ટ્રાન્સફોર્મરના વીજ પોલ પર લીલીવેલ લપેટાઈ છે..જે UGVCL ની કામગીરી સામે અનેક સવાલો…
વીજપોલ પર વિંટળાયેલી વેલ વીજ વાયર સાથે પણ વીંટળાયેલી હોઇ ગમે ત્યારે શોર્ટ સર્કિટ થઈ અકસ્માત થવાની સંભાવના જોવા મળી રહી છે…
સાંતલપુરના તાત્રાણા ગામ ખાતે મઢુંત્રા રોડ પર આવેલ વીજ વાયરોનું સમારકામ કરવામાં નહિ આવે તો આગામી દિવસો માં કોઈ મોટી દુર્ધટના સર્જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા. દૃશ્યો માં જોઈ શકાય છે કે હાલમાં પણ લીલી વેલ સહિત લીલાં બાવળ વીજપોલ પર જોવા મળી રહ્યા છે.
– વીજ કંપની દ્વારા જાહેરમાર્ગ નજીક ઉભેલા વીજ પોલ પરથી વેલ દૂર કરવામાં આવી નથી..તો અનેક જગ્યાએ હજુ લીલા બાવળ વીજપોલ સાથે વિંટાયેલ જોવા મળી રહ્યા છે જેને લઇને ક્યારેક મોટો વીજ ફોલ્ટ સર્જાવાની શક્યતા જણાઈ રહી છે..