
પ્રાપ્ત માહિતી અનુસાર, સબ લોજેલ પાછળ ખટોદરા જી આઈ ડી સી આવેલ છે. તેમાં થ્રેડ એન્ડ ઇન્ક ડિજિટલ નામની ટી શર્ટ પ્રિન્ટિંગ નું ખાતું છે. સોમવારે સવારે દસ વાગ્યાના અરસામાં ખાતામાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે ભીષણ રૂપ ધારણ કરી લીધું હતું. ખાતાની અંદર પ્રસરી ગઈ હતી. તેમજ ઉપર સુધી પહોચવાની તૈયારી હતી. આગ ની ઘટનાને પગલે સ્થળ પર નાસભાગ મચી જવા પામી હતી. ઘટના અંગે જાણ થતાં ફાયર બ્રિગેડ નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આગ ને કાબુમાં લેવા ની સાથે રેસ્ક્યું ની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. વધુમાં ફાયર ઓફિસર જયદીપ ઈસરાની એ જણાવ્યુ હતુ કે આગ ખાતાની અંદર લાગી હતી પણ ધુમાડો વધારે પ્રમાણમાં હતો, તેમજ ખાતા અને સ્ટુડિયો માં આવવા જવાનો રસ્તો પણ એકજ હતો જેને કારણે સ્ટુડિયોમાં કામ કરતી યુવતીઓ અને પુરુષો સહીત બાર લોકો ફસાઈ ગયા હતાં. ફાયરબ્રિગેડ ના જવાનો દ્વારા બીજા માળ સુધી સીડી મુકવામાં આવી હતી અને ઉપર ફસાયેલા તમામ લોકોને સહીસલામત નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ દોઢ થી બે કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં લેવામાં આવી હતી.