ઉત્તરપ્રદેશ રાતો રાત અરબપતિ બની ગયો ખેડૂત

એકાઉન્ટમાં જમા થયા 99,99,94,95,999.99 રૂપિયા

ઉત્તર પ્રદેશના અર્જુનપુર ગામમાં રહેતા ખેડૂત ભાનુ પ્રકાશ બિંદનું સૂર્યવાનની બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંકમાં ખાતું છે, જે છેલ્લા ઘણા દિવસોથી બંધ હતું. 16 મેના રોજ તેમને મોબાઇલ પર બેંક તરફથી એક મેસેજ આવ્યો હતો. જે મેસેજમાં લખવામાં આવ્યું હતું કે તેમના ખાતામાં 999994995999.99 રૂપિયા (99 અબજ 99 કરોડ 94 લાખ 95 હજાર 999 રૂપિયા)ની રકમ જમા કરવામાં આવી છે. આ સાંભળી ભાનુ પ્રકાશ સ્તબ્ધ થઈ ગયા. તે વિચારવા લાગ્યા કે આટલા બધા પૈસા શા માટે અને કઈ રીતે જમા થયા? આ સમગ્ર ઘટનાની જાણ બેંક કર્મચારીને થતા જ બેંક ખાતું હોલ્ડ કરી દેવાયું છે. હવે આટલી રકમ જમા થવા મામલે તપાસ શરૂ કરાઈ છે.

Exit mobile version