
- પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશન મથકે તાજેતરમાં નોંધાયેલી એરંડા ચોરીની ફરિયાદમાં સંડોવાયેલા
- આરોપીઓને સરસ્વતી પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીના મુદ્દા માલ સાથે રંગે હાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સૂત્ર તરફથી જાણવા મળ્યું છે.
- આ બનાવવાની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પાટણ શહેર અને જિલ્લામાં કરફોડ ચોરી સહિતના બનતા બનાવોને અટકાવવા કરાયેલ સુચના મુજબ પાટણ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં નોંધાયેલી એરંડા ચોરીની ફરિયાદમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા માટે સરસ્વતી પોલીસ સ્ટેશનના પીઆઈડી.ડી.ચૌધરી નાઓના સીધા માગૅદશૅન હેઠળ સરસ્વતી પો.સ્ટેના સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસોએ બનાવ લગત વોચ તપાસમાં રહી હુમન સોર્સીસ દ્રારા ઉંડાણ પુર્વક તપાસ કરતા ખાનગી રાહે મળેલ બાતમી હકીકતના આધારે કુલ ત્રણ ઇસમો તથા એક બાળ કિશોર સાથે તમામને ચોરીના મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી આગળની ઘટીત કાર્યવાહી હાથ ધરતા પકડાયેલ આરોપીઓમાં ઠાકોર મુકેશજી કપુરજી રાધુજી રહે.અઘાર,ઉન્દરીયા પાર્ટી તા.સરસ્વતી જી.પાટણ,પટણી સન્ની ભરતભાઇ કેશાભાઇ રહે.અઘાર પટણી વાસ તા.સરસ્વતી જી.પાટણ, ઠાકોર મુકેશજી ઉર્ફે ટીબરો રમેશજી અનુપજી રહે.અઘાર, તા.સરસ્વતી જી.પાટણ અને કાયદાના સંઘષૅમાં આવેલ બાળ કિશોર-૧ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું