જાફરાબાદ મરીન પોલીસ દ્રારા ફિશરમેન અવેરનેશ કાર્યક્રમ A.S.P. વલય વૈધની અધ્યક્ષતામાં યોજાયો

જાફરાબાદ માં મોટાભાગના લોકો માછીમારી ધંધા સાથે સંકળાયેલા છે.

જાફરાબાદ મરીન પોલીસ દ્રારા ફિશરમેન અવેરનેશ કાર્યક્રમ A.S.P. વલય વૈધની અધ્યક્ષતામાં યોજાયો

જાફરાબાદ દરીયા કિનારે આવેલ શહેર છે. જાફરાબાદ માં મોટાભાગના લોકો માછીમારી ધંધા સાથે સંકળાયેલા છે. માછીમારી કરતા સાગરખેડૂ ઓ માટે જાફરાબાદ મરીન પોલીસ દ્રારા ફિશરમેન અવેરનેશ કાર્યક્રમ યોજાયો. જેમાં જાફરાબાદ ASP વલય વૈધ સાહેબ, પ્રાંત અધિકારી મેહુલકુમાર બરાસરા, કોસ્ટગાર્ડ ના સી.બી.યાદવ, ફિશરીઝ ઓફિસ ના વિપુલભાઈ મારકડીયા, મરીન પી.આઇ. ડી.એસ. ઇશરાણી , પી.એસ.આઈ. ગોહિલ વગેરે અધિકારીઓ હાજર રહેલ. આ કાર્યક્રમમાં માછીમારોને સમજાવવામાં આવ્યા કે, આપણા દેશની હદમાં ફિશીગ કરવી તેમજ ટોકન વગર માછીમારી કરવા ન જવું. એન્ટી ઇન્ડિયા એકટીવી કરનાર કોઇ વ્યક્તિ કે અજાણી બોટ કે કોઇપણ જાતની બીનવારસી વસ્તુ મળી આવે તો કોસ્ટગાર્ડ કે મરીન પોલીસ નો સંપર્ક કરવા તેમજ બોટોનુ રજીસ્ટ્રેશન અવશ્ય કરાવવુંઆ કાર્યક્રમમાં જુદા જુદા સમાજના બોટ એશોસીયેશનના પ્રમુખો સહિત બહોળી સંખ્યામાં માછીમારો હાજર રહેલ હતા

Exit mobile version