નવાડીસા જૈન સંઘ વિહાર સેવા ગ્રૂપ ના જબાજ યુવાન દ્વારા જીવ ના જોખમે 3 સાધ્વીજીઓનો આબાદ બચાવ*

जेठमल मुथा
27/2/2024
મંગળવાર સવારે 7/10 ના સમયે ડીસા બનાશનદી ના પુલ ઉતર્યા બાદ એક ધસમસતી ટ્રક પાછળ થી આવતા સમય સુચકતા વાપરી સાધ્વીજીઓ ને ટચ ના કરાય એ ખબર હોવા છતાં ગીતાર્થતા વાપરી એમને સાઈડ કરી પોતાને ટ્રકે અડફેટે લેતા ફેંકાઈ ગયા હતા
પાછળ આવતા વિહાર સેવક તુરંત હોસ્પિટલ માં લઇ ગયા.. ડોકટર તપાસ માં પાછળ કોણી ના ભાગે 3 ફેક્ચર આવવા છતાં એ વીર યુવાન ના *શબ્દો હતા કે સાધ્વીજી ભગવંત ને કંઈ થયુ નથી ને તમે બધા અહી કેમ ઊભા છો સાધ્વીજી ભગવંત પાસે કોણ છે…*

સાધ્વીજી ભગવંત ને સામાન્ય ઇજા પહોંચી હતી તેથી તેઓ તો વિહાર કરી ને હોસ્પિટલ આવ્યા આ વિર યુવાન ને ધર્મલાભ આપી ઉપાશ્રયે પધાર્યા..

પ્રવચન માં પૂ. આ. ભ. શ્રેયાંશપ્રભ સૂરીજી મા. સા. એ વિહાર સેવકો ને બિરદાવ્યા હતાં તથા vsg ડીસા ગ્રૂપ ના કેપ્ટન હિતેશભાઇ વિરવાડિયા એ આ યુવાન નિ બહાદુરી દૂરંદેશી ને બિરદાવી હતી…

વિહાર સેવા ના પ્રણેતા પૂ.આ. મહાબોધી સૂરિજી મ સા ડીસા જૈન સંઘ ના તમામ ટ્રસ્ટી શ્રી ઓ સહુ સભ્યો તથા vsg ની કોર કમિટી સતત આ બાબત ને લઇ ચિંતિત એક્ટિવ છે..

યુવાન ને 1/5 થી 2 મહિના નો બેડરેસ્ટ આવ્યો છે

આ જાંબાઝ વીર યુવાન એટલે પ્રભુ મહાવીર નો શ્રાવક *અરવિંદભાઇ પારસમલજી શેઠિયા*
*CA સાહેબ*

પરેશ લુંકડ ડીસા

Exit mobile version