મારા માતા-પિતાએ જામનગરમાં દુનિયાનો સૌથી મોટો આંબાનો બગીચો બનાવ્યો છે:અનંત અંબાણી

એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની પ્રી-વેડિંગની અત્યારે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. 1 માર્ચથી 3 માર્ચ સુધી એટલે કે 3 દિવસ માટે ગુજરાતના જામનગરમાં પ્રી-વેડિંગનો ભવ્ય જલસો થવાનો છે.સંગીતનો કાર્યક્રમ, મોંઘેરા મહેમાનો અને થીમ બેઇઝડ આયોજનોનું આકર્ષણ આ 3 દિવસમાંઅનંત અંબાણીએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, હું જેટલો મુંબઇનો છું એટલો જ જામનગરનો પણ છું. મુકેશ-નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના લગ્ન આમ તો જુલાઇ મહિનામાં થવાના છે ત્યારે તો કઇ અનોખો જ ઉત્સવ જ હશે, પરંતુ અંબાણી પરિવારે અનંત અંબાણીના પ્રી- વેડિંગનું 1થી 3 માર્ચ સુધી આયોજન કર્યું છે. અંબાણી પરિવાર 17 વર્ષ પછી જામનગરમાં કોઇ મોટો કાર્યક્રમ કરી રહી છેઅનંત અંબાણીએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, મને બાળપણથી મારી માતાએ શિખવાડ્યું છે કે અબોલ પશુની સેવા જ સૌથી મોટી સેવા, ધર્મ અને પૂણ્યનું કામ છે. આ વાતને ધ્યાનમાં રાખીને મેં બાળપણથી જ પાલતું પશુંઓની સંભાળ લેવાનું શરૂ કર્યું હતું. અમે 1 લાખ પાલતું પશુઓની સંભાળ માટે 100 એકરમાં કરતજમાં જંગલ બનાવીને કામ શરૂ કર્યું છે.અનંતે કહ્યુ કે, 1995થી મારી માતા નીતા અંબાણીએ અહીં ઘણી મહેનત કરી છે. અહીં 8.5 કરોડ વૃક્ષો વાવવામાં આવ્યા છે. બાળપણથી જામનગરનું આ જંગલ જ મારું ઘર છે. હું જેટલો મુંબઇનો છું એટલો જ ભાવનગરનો પણ છું. અમારા કર્મચારીઓ માટે ટાઉનશીપ પણ બનાવવામાં આવ્યું છે.અનંત અંબાણીએ કહ્યુ કે, 100 એકરનું જે જંગલ બનાવવામાં આવ્યું છે તે તમે જોશો તો લાગશે કે તમે કેલિફોર્નિયમાં આવી ગયા છો. જામનગરના રિફાઇનરી કોમ્પ્લેક્સમાં દુનિયાનો સૌથી મોટો આંબાનો બગીચોજામનગરના રિફાઇનરી કોમ્પ્લેકસમાં 10 મંદિરોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે અને તેના પર નીતા અંબાણી પોતે ધ્યાન રાખી રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના પ્રી-વેડીંગ માટે ઘણા સમયથી તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમમાં માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ,ફેસબુકના ઝુકરબર્ગ સહિતના 1000 જેટલા મોંઘેરા મહેમાનો પધારવાના છે.બોલિવુડની સેલિબ્રિટીઝ પણ આવશે. મહેમાનો માટે પાયા પર ચાર્ટડ ફ્લાઇટો બુક કરી દેવામાં આવી છે.

મારા માતા-પિતાએ જામનગરમાં દુનિયાનો સૌથી મોટો આંબાનો બગીચો બનાવ્યો છે:અનંત અંબાણી

Exit mobile version