છોટાઉદેપુર જિલ્લા ના ભાજપના કાર્યકરો અને રામ ભક્તો અયોધ્યા ધામ જવા રવાના થયા.

VADODARA 23/02/2024…

પ્રભુ શ્રી રામનું અયોધ્યામાં આગમન થયું છે, ત્યારે આજ રોજ છોટાઉદેપુર લોકસભામાં આવતી 7 વિધાનસભા વિસ્તારના રામભક્તોને અયોધ્યા દર્શન કરવા લઇ જતી ‘આસ્થા સ્પેશિયલ ટ્રેન’ ને વડોદરા ખાતે થી ભક્તિમય વાતાવરણમાં રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમાર અને છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા ના હસ્તે શ્રીરામ ના જયઘોષ સાથે ફ્લેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપી સૌ રામ ભક્તો ને સફળ અને સુખદાયી યાત્રાની શુભકામનાઓ પાઠવી.
આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ના પ્રમુખ શ્રી સતિષભાઈ નિશાળિયા, છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા, પાદરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા,છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ.વડોદરા અને છોટાઉદેપુર ના અગેવાનશ્રીઓ, અન્ય હોદ્દેદારો-પદ્દાધિકારીઓ અને મોટી સંખ્યામાં રામભક્તો ઉપસ્થિત રહ્યા..   રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર

Exit mobile version