કઠલાલ તાલુકાના નાની મુડેલ ગામ ખાતે ખોડિયાર જ્યંતી ની ઉજવણી

આઈ શ્રી ખોડીયાર માતાજીના મંદિરે નાની મુડેલ, તા-કઠલાલ માં”ખોડિયાર જયંતી” નિમિત્તે ગામના યુવાન મિત્રોએ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ કરાવ્યો જેમાં વીસ એક જેટલા નવ દંપતીઓએ આ યજ્ઞ પૂજાનો લાભ લીધો હતો. ખોડિયાર માતાજીને વિવિધ પ્રકારના અન્નકૂટ પ્રસાદી અર્પણ કરવામાં આવી હતી. સાથે નિમેષકુમાર ડાભી અને જયેશકુમાર ડાભી તરફથી માતાજીને 52 ગજની ધજા આરોહણ કરવામાં આવી, જેમાં આખુ ગામ માતાજીના જન્મ જયંતીની આનંદ સાથે આ ઉજવણી કરાઈ હતી. આખુ ગામ માતાજીના રંગમાં રંગાઈ ગયું હતું.

Exit mobile version