સિદ્ધપુર એસ.ટી ડેપોના ડ્રાઇવર કંડક્ટરે માનવતાની મહેક પ્રસરાવી : મુસાફરને બેગ પરત કરી

સિદ્ધપુર ડેપોનું ગૌરવ વધાર્યું હતું. જેને લઈને ડેપો મેનેજર ચેતનભાઈ ચૌધરીએ અભિનંદન પાઠવ્યા હતા.

સિદ્ધપુર એસ.ટી ડેપોના ડ્રાઇવર કંડક્ટરે માનવતાની મહેક પ્રસરાવી : મુસાફરને બેગ પરત કરી

સિદ્ધપુર એસ.ટી ડેપોના ડ્રાઇવર કંડક્ટરે માનવતાની મહેક પ્રસરાવી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. એસટી બસમાં બેગ ભૂલી ગયેલ મુસાફરને શોધીને બેગ પરત કરી ડ્રાઈવર કંડકટરે પ્રમાણિકતા બતાવી છે. મળતી માહિતી મુજબ, સિદ્ધપુર ડેપોના ડ્રાઇવર હસમુખભાઈ છત્રાલિયા અને કન્ડકટર ઝહુરભાઈ મન્સૂરી અમદાવાદ થી પાલનપુર તરફ બસ લઈને આવી રહ્યા હતા ત્યારે તેમની બસમાં એક રાજસ્થાનની મુસાફર ચડ્યો હતો. આ મુસાફર પોતાનું સ્ટેન્ડ આવી જતાં અચાનક પોતાની સાથે રહેલી બેગ ભૂલીને ઉતરી ગયા હતા. મુસાફર પોતાની બેગ ભૂલી ગયા હતા એ વાત ડ્રાઇવર કંડક્ટરના ધ્યાને આવતા તેમની બેગની પોતાની પાસે લઈ લીધું હતું અને આ બેગના માલિક સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.

Exit mobile version