કવાંટના રામી ડેમ વિસ્તારની મુલાકાત લેતા જિલ્લા કલેકટર શ્રી ગાર્ગી જૈન

મામલતદારશ્રી, ટીડીઓશ્રી, તલાટીશ્રી, સરપંચશ્રીએ સાવચેતીના પગલાં લેવા સૂચના આપતા - કલેક્ટરશ્રી ગાર્ગી જૈન

છોટાઉદેપુર જિલ્લા સહિત ઉપવાસમાં ભારે વરસી રહેલા વરસાદ અને વરસાદની આગાહી અનુસંધાને જિલ્લામાં ઠેર ઠેર વરસાદ વર્ષી રહ્યો છે ત્યારે જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈને કવાંટ તાલુકામાં આવેલા રામી ડેમ વિસ્તારની મુલાકાત લીધી હતી. છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ ને લીધે રામી ડેમમાં પાણીની આવક વધતા ડેમ વિસ્તારની પરિસ્થિતિનો કલેકટરશ્રી ગાર્ગી જૈનને તાગ મેળવ્યો હતો. રામી ડેમના નીચાણવાળા ગામો ઝાલાવાટ, દેવત, ચીલીયાવાટ, ડેરી, વીજળી, મોટાંવાટા, ખંડીબારા, મોટી સાકળના લોકોએ નદીના પટમાં અવરજવર કરવી નહીં. સાથે મામલતદારશ્રી, ટીડીઓશ્રી, તલાટીશ્રી, સરપંચશ્રીએ સાવચેતીના પગલાં લેવા સૂચના આપી સાથે રામી ડેમ પર જતા બિસ્માર રસ્તાની તાત્કાલિક મરામત કરવા અધિકારીઓને સૂચના આપી હતી..

વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.

Exit mobile version