Rajkot Rain: રાજકોટમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા”

રાજકોટ: સૌરાષ્ટ્રમાં આજે  રાત્રે 8.10થી જ વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટ શહેરમાં વરસાદ વરસ્યો છે.  શહેરના નાનામૌવારોડ , યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, કેકેવી ચોક, 150 ફૂટ રોડ, નાના મૌવા સર્કલ, બહુમાળી ભવન ચોક, ગુંદાવાડી, જયુબેલી શાક માર્કેટ, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, કોઠારીયા રોડ, ભાવનગર રોડ, રામનાથ પરા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

ભારે બફારા બાદ જોરદાર વરસાદ આવ્યો  હતો .  રાજકોટના યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાજકોટના રામકૃષ્ણ નગર સહિતના વિસ્તારોમાં થોડા વરસાદમાં પણ પાણી ભરાયા હતા.  અડધો ઇંચ વરસાદમાં રાજકોટના રાજમાર્ગો પર પાણી ભરાઈ ગયા હતા.

અહેવાલ – હાર્દિક ચંદારાણા

Exit mobile version