હિન્દુ ધર્મના ચાતુર્માસ દરમિયાન નિંદ્રામાં પોઢેલા ભગવાન વિષ્ણુને પડખું ફેરવતા દિવસને પરિવર્તની એકાદશી તરીકે પણ મનાવાય છે. તો માતા યશોદાએ આ દિવસે ઘાટનું પૂજન કરતા પદ્મ એકાદશી તરીકે પણ ઉજવાતા દિવસને દોલઅગિયારસ તરીકે પણ વર્ણવી છે. સનાતન ધર્મમાં મનાતા અનેક તહેવારો અને તિથિઓમાં જલજીલની એકાદશીનું મહત્વ અનેરું લેખતા તમામ એકાદશીઓ ભગવાન વિષ્ણુને સમર્પિત રહેતા ભગવાન કૃષ્ણના લાલજી સ્વરૂપને શ્રદ્ધાપૂર્વક પાલખીમાં બિરાજમાન કરી નગરચર્યાએ લઈ જવાય છે.
ગાધકડા ના શ્રી રામજી મંદિરમાં વર્ષો થી પરંપરાને જાળવતા ગ્રામજનો ને આવરી લેતી પાલખીયાત્રાનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જળઝીલણી સ્કંદપુરાણના વૈષ્ણવ ખંડમાં વર્ણવેલ એકાદશી મહાત્મ્યમાં આ દિવસનું મહત્વ અનેરૂ છે. વ્રત ધારકને અનેક ફળ આપનારી અને વાજપેય યજ્ઞનું પુણ્ય જેવા લાભ મળતા હોવાનું પણ જણાવાયુ હતું.
અહેવાલ – હાર્દિક ચંદારાણા એ રાજકોટ થી અખબાર યાદી જણાવ્યા હતું