રાજકોટ :ગોવિંદપાર્ક માં ગણેશ ચતુર્થીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. એવામાં આજે ગોવિંદપાર્ક ના રાજા ગણપતિદાદા નું સાંજે 5.00 કલાકે પાળ ગામ જખરા પીર દાદા ની નદી માં વિસર્જન કરવામાં આવેલ હતું . જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને વાજતે ગાજતે દુંદાળા દેવને વિદાય આપી હતી.
03 દિવસ સુધી ભગવાન શ્રી ગણેશજી ની ભક્તિભાવ સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. વિમલભાઈ જીવાણી અને પરીતાબેન જીવાણી તેમજ જીવાણી ફેમીલી દ્વારા સુંદર આયોજન કર્યાં બાદ આજે ગણેશ મૂર્તિ વિસર્જન કરવામાં (Ganesh Visarjan) આવ્યું હતું, જેમાં શ્રીગણેશજીને વિદાય આપવા મોટી સંખ્યામાં. ગોવિંદપાર્ક ના ભક્તો જોડાયા હતા. ‘દેવા હો દેવા, અગલે બરસ તુમ જલ્દી આના’, નાં નાદ અને ઢોલ નગારા સાથે ભક્તોએ બપ્પાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. સાથે ગરબે પણ ઘૂમ્યાં હતાં.
અહેવાલ -હાર્દિક ચંદારાણા રાજકોટ થી અખબાર યાદી માં જણાવેલ હતું …