રાજકોટમાં આ તહેવારનો ઉમંગ અલગ જ સ્તરે જોવા મળે છે. ગણપતિ બાપ્પાના આગમનથી લઈને વિસર્જન સુધી ગોવિંદપાર્ક માં ભક્તિનો અનોખો માહોલ છવાયેલો રહે છે. આ પાવન અવસરે ભક્તો પોતાના આરાધ્ય દેવ ગણેશજીને વિવિધ ભેટો અર્પણ કરે છે, જેમાં મોદકનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે, ગણપતિ બાપ્પાને મોદક ખૂબ પ્રિય છે,
ગોવિંદપાર્ક માં આજે 5 કલાકે ઢોલ, નગારા તથા ડી.જે.ના તાલે વાજતે-ગાજતે ગણેશજીનું આગમન કર્યું . ખુબ જ હર્ષ – ઉલ્લાસ સાથે ગોવિંદપાર્ક ના રાજા શ્રીગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પણ અલગ અલગ શહેરોમાં ધામધૂમથી ગણપતિ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે રંગીલું રાજકોટ તેમાંથી કઈ રીતે બાકાત રહી શકે. દરેક તહેવારને રાજકોટવાસીઓ અને ગોવિંદપાર્ક ના લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી મનાવે છે. ત્યારે ગણપતિ ઉત્સવને લઈને પણ ગોવિંદપાર્કવાસીઓમાં અનેરો ઉત્સાહ છે. રાજકોટમાં અલગ અલગ અનેક ગણેશ પંડાલો છે. જે રાજકોટવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
આ તકે ગોવિંદપાર્ક યંગગ્રુપ દ્વારા સરસ મજજા નું આયોજન કરવામાં આવેલ હતું .
દરવર્ષ ની જેમ આ વર્ષે આયોજન કરનાર મારા મિત્ર વિમલભાઈ જીવાણી તેમજ પરીતાબેન જીવાણી .
અહેવાલ – હાર્દિક ચંદારાણા રાજકોટ થી …