“રાજકોટ ગોવિંદપાર્ક સોસાયટી શેરી નં-1 ના શરૂઆત ના ભાગ માં પુસ્કળ પાણી ભરાય છે વારંવાર ફરીયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં નહીં “

વરસાદી પાણી ની લાઈન નહિ નાખવા માં આવે અને સમસ્યા નો નિકાલ નહિ કરવામાં આવે તો  ગાંધી ચિંધ્યા માર્ગે જોરદારઆંદોલન કરીશું- સ્થાનિક”

“શહેરના વૉર્ડ નંબર 11 માંગોવિંદપાર્ક સોસાયટીના સ્થાનિકો અને પ્રમુખ શ્રી મેહુલભાઈ , ઉપપ્રમુખ શ્રી શૈલેશભાઈ અખબાર યાદી માં જણાવ્યું હતું કે, અહીંના શેરી ના શરૂઆત ના ભાગ માં એટલું પાણી ભરાય છે કે  શેરી બહાર નીકળવું હોય તો પણ વિચારવું પડે અને વરસાદ આવ્યા પછી 4 દિવસે ગારો સુકાતો હોય છે પાણી સતતભર્યું  રહેવાથી લોકો બીમાર પડે છે. જેથી તંત્રને વિનંતી છે કે જલ્દીમાં જલ્દીવરસાદી પાણી ની લાઈન નાખવામાં આવે. જો આગામી સાત દિવસમાં રીપેરીંગ કામ કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. અહીં પરિસ્થિતિ એ પ્રકારની છે કે ટુ વ્હીલર નીકળે એટલે સ્લીપ જ થાય અને તેને લીધે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.”

શેરી નો મુખ્ય દ્વાર એક જ હોય અને ત્યાં જ પાણી ભરવાના કારણે લોકો પરેશાન”

“આ બાબતે વારંવાર નગરપાલિકા તથા સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી. અમારી સોસાયટીમાં આશરે40 થી વધુ પરિવાર રહે છે તેમ છતાં તેમના પ્રાથમિક હક્ક અનુસાર સુરક્ષિત માર્ગ કે પાણી ના નિકાલ ની કોઈ  સુવિધા આપવામાં આવી નથી. જો આ બાબતે તાત્કાલિક પગલા નહીં લેવાય તો સમાજના હિત માટે અમારી સોસાયટીના તમામ રહેવાસીઓને આંદોલન કરવાની ફરજ પડશે. તુરંત જ માર્ગમાં ભરાતું પાણી ને નવી વરસાદી પાણી ની લાઈન નાખી આપવામાં આવે તેવી વધુ રજુઆત છે .”

Exit mobile version