“ગાધકડા માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે માધ્યમિક શાળામાં અને ત્યાર બાદ પ્રથમિક શાળા ભવ્ય ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો”

અમરેલી જિલ્લા નું અને  સાવરકુંડલા તાલુકા  ના ગાધકડા ગામ માં 15 મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ નિમિત્તે માધ્યમિક શાળામાં  સવારે 7 વાગ્યે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અત્યંત ઉત્સાહ અને ભાવભરી રીતે કરવામાં આવ્યો . આ દિવસે આખી શાળા દેશભક્તિના રંગમાં રંગાયેલી જોવા મળી. આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ તેમજ ગ્રામજનો , વડીલો  ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે થઈ હતી. માધ્યમિક  શાળાના ગ્રાઉન્ડ  પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું. આ દરમિયાન દરેકના હૃદયમાં દેશભક્તિની જ્વાળા પ્રગટી હતી.

આ ઉપરાંત,માધ્યમિક શાળાના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને દેશભક્તિ અને રાષ્ટ્રનિર્માણ વિશે પ્રેરણાદાયી ભાષણ આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને દેશ માટે કંઈક કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

માધ્યમિક સ્કૂલ ના વિધાર્થી આપ જોઈ શકો છો ત્યાર બાદ .

આ ફોટો છે એ ગાધકડા ગામ વિસ્તાર માં ગામ ની મધ્યે પ્રથમિક શાળા આવેલ છે ..

15મી ઓગસ્ટ, ભારતીયો માટે એક ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે આપણે આપણા દેશની આઝાદીની ઉજવણી કરીએ છીએ. આ દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે.

સ્વતંત્રતા દિવસનું મહત્વ

Exit mobile version