“રાજકોટ ની ગુંદાવાડી બજાર માં સાતમ – આઠમ ના તહેવારો માં ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો ખરીદી કરવામાં પડાપડી બોલાવી વેપારીઓ ખુશખુશાલ ગ્રાહકોથી ઉભરાઈ બજાર , કપડા, સહિતની ધૂમ ખરીદી”

સાતમ – આઠમ પર્વ આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સવારથી જ ખાસી ચહલપહલ વધવા સાથે મહિલાઓ બાળકો સહપરિવાર સાતમ -આઠમ ની  ખરીદી માટે નીકળ્યા હોય એવો માહોલ ચોક્કસ જોવા મળ્યો હતો, અને મોડી સાંજ સુધી બજારોમાં લોકો ની ભીડ અકબંધ રહી હતી.

રાજકોટ શહેરમાં આવેલી અલગ અલગ બજારોમાં લોકોની ભીડ દિનપ્રતિદિન વધુ ને વધુ જોવા મળી રહી છે સવારથી જ બજારો ભરચક જોવા મળે છે. બજારમાં ગ્રાહકોની ભીડને જોઈ વેપારીઓને પણ સારા વેપારની આશા બંધાઈ છે.

કાઠીયાવડ માં  પર્વની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે ત્યારે આ મહાપર્વેની ઉજવણી માટે બજારોમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જોકે, હજુ જેમ જેમ દિવસો નજીક આવતા જશે તેમ તેમ લોકોની ભીડ જોવા મળશે.

આ પર્વોને યાદગાર બનાવવા રાજકોટવાસીઓ જાણે કોઈ કસર બાકી નથી રાખવા માંગતા અને શહેર તથા જિલ્લામાં આવેલા વિવિધ વ્યવસાયી એકમોમાં વેકેશન સાથે સાતમ -આઠમ ઓની રજાનો દૌર શરૂ થશે.

“સાતમ -આઠમ  ના પર્વ આડે હવે ગણતરીના દિવેસો બાકી છે ત્યારે સવારથી જ બજારોમાં લોકો ની ભીડ શરૂ થઈ હતી અને મોડી રાત સુધી લોકો નો ઘસારો યથાવત જોવા મળ્યો હતો લોકો એ બજારમાં કપડાં થી લઈને વિવિધ વસ્તુઓ મનમૂકી ને ખરીદી ઓ કરતાં નઝરે ચડ્યાં હતા, જોકે, જેમ જેમ દિવસો નજીક આવતા જશે તેમ વધુ લોકોની ભીડ જોવા મળશે.”

આ ફોટો જે નાન મૌવા સર્કલ પાસે નો છે અહીં મેળા નો પ્રારંભ થઈ ગયો છે .

વિગતવાર અહેવાલ – હાર્દિક ચંદારાણા (રાજકોટ ) થી જણાવેલ …..

Exit mobile version