રાજકોટ માં કોટેચા ચોક સહીત ટ્રાફિક સમસ્યા ના કારણે 8 ટ્રાફીક નવા મુકાશે


“કોટેચા ચોક સહિત 8 સર્કલમાં ટ્રાફિક સિગ્નલ મુકવાનો નિર્ણય લેવાયો
​​​​​​​રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા મહાપાલિકા અને પોલીસ તંત્ર વચ્ચે શહેરમાં વધુ આઠ ચોકમાં ટ્રાફિક સિગ્નલ મુકવા સંમતિ સાધવામાં આવી છે. તો 13 જગ્યાએ કેમેરા વધારવાની જરૂર હોય, 10 કરોડના ખર્ચે ટુંક સમયમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. મહાપાલિકાના સુત્રોમાંથી મળતી વિગત મુજબ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ, ટ્રાફિક એન્ફોર્સમેન્ટ સિસ્ટમમાં સુધારા અને વધારા માટે તાજેતરમાં ચર્ચા કરવામાં આવી હતી. તે બાદ 8 મુખ્ય ચોકમાં ટ્રાફિકની હાલત ધ્યાને લેતા નવા ટ્રાફિક સિગ્નલ (એટીસીએસ) મુકવા નિર્ણય લેવામાં આવ્યો છે. જયાં નવા સિગ્નલ મુકવામાં આવશે તેમાં કોટેચા ચોક, એસ્ટ્રોન ચોક, ભુતખાના ચોક, કોર્પોરેશન ચોક, કિસાનપરા ચોક, નાણાવટી ચોક, કોઠારીયા ચોકડી અને કુવાડવા રોડ ડી માર્ટ ચોકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જયાં ટ્રાફિક સર્વેલન્સની જરૂર વધારે છે તે 13 ચોકમાં નવું સીસીટીવી કેમેરા નેટવર્ક વધારાવાની જરૂરીયાત વર્તાય છે. આ બંને કામ માટે રૂ. 10 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.”

Exit mobile version