બ્રેકિંગ ન્યુઝ:-/રાજકોટ નેશનલ હાઇવે
રાજકોટ થી પોરબંદર સિક્સલેન હાઇવે નું કામ ક્યારે પૂરું થશે ? પ્રજા પુછે છે તંત્ર ને સવાલ
રાજકોટ થી જેતપુર ડાયવર્જન એટલે બધા કર્યાં છે કે લોકો ને 70 કિમી કાપવામાં પણ 3 કલાક જેટલો ટાઈમ લાગે છે વારંવારની રજૂઆત પછી માત્ર દેખાડા પૂરતા ખાડા પૂરવામાં આવ્યા હતા, ચાલકો ની કમરના ના દર્દ વધી જાય અને વાહન નું મેન્ટનન્સ પણ વધી જાય એવી સ્થિતિ સર્જાઈ છે છતાંય તંત્ર હજુ ઘોર નિંદ્રા માં છે, અકસ્માતો ની વણજાર થાય એનો રાહ જુવે છે આ તંત્ર હજુ કોની રાહ જોય ને બેઠુ છે , એ સમજાતું નથી
આ રસ્તા પર સરકારી અમલદાર પણ અવર જવર કરી રહ્યા છે છતાં પણ તેઓ પણ આને નજર અંદાજ કરી રહ્યા છે ,ચાલતા વાહન પરથી રસ્તો કેવો હસે એ અંદાજ આવે છે તંત્ર ઘોર નિંદરામાં થી જાગે અને નેશનલ હાઇવે ડાયવર્જન કામ પત્યા પછી જલ્દી થી શરુ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
રિપોર્ટર: હાર્દિક ચંદારાણા