રાજુલાના અમુલી ગામની સીમમાં હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપીને અમરેલી એલસીબી ટીમે ઝડપી પાડયો….
- ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમારનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહનાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા
પોલીસને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ એ.એમ.પટેલનાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે રાજુલાના અમુલી ગામની સીમ વિસ્તારમાં હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપીને દબોચી લીધો હતો. મળતી માહિતી મુજબ
રાજુલા તાલુકાના અમુલી ગામના સીમ વિસ્તારમાં થોડા દિવસ પહેલા બોથડ પદાર્થ વડે મારી લાશને ફેકી દેવામા આવી હતી. આ હત્યાના ગુનામાં એક આરોપીને રાજુલા પોલીસ ઝડપીયો હતો. અન્ય આરોપી ફરાર થયો હતો. જેને પકડી પાડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
એલ.સી.બી.ટીમે પકડી પાડી આગળની કાર્યવાહી કરવા રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા, હેડ કોન્સ. લીલેશભાઈ બાબરીયા, પો.કોન્સ. વિનુભાઈ બારૈયા, યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે….