છોટાઉદેપુર બેઠક પર ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાની જીત

છોટાઉદેપુર લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થયું ગયું છે. છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાની જીત થઇ છે. તેના સામે કોંગ્રેસે સુખરામ રાઠાવાની હાર થઇ છે.સરપંચ તરીકે ચૂંટાઈ આવી પોતાના કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યકર્તા તરીકે બજાવી અનેક હોદ્દાઓ મેળવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ આદિજાતી વિકાસ નિગમના ડિરેક્ટર, અનુસૂચિત જનજાતિના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે અને હાલ લોકસભા છોટાઉદેપુર બેઠકના પ્રભારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે 2017માં જશુભાઈ રાઠવા છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી પણ લડી ચૂક્યા છે. ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાની જીતને લઇ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર...

Exit mobile version