છોટાઉદેપુર જિલ્લા આપ પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવા એ સ્માર્ટ મીટરના વિરોધ દર્શાવતા આવેદન પત્ર આપવામાં આવયુ

  1. છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવાની ઉપસ્થિતિમાં તેઓના કાર્યકરો સહીતે સ્માર્ટ મીટરના વિરોધમાં છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને તેઓએ દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક ૩૦૦ યુનિટ વીજળી મફત આપવા માંગ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ગરીબો માટે નુકસાન દાયક છે. કારણકે જે વિજમીટર મા બે માસનું વીજ વપરાશ બિલ આવતું હતું તે માત્ર એક સપ્તાહમાં આવે છે આ સ્માર્ટ મીટરથી સેલ કંપનીઓ અને સરકારને માત્ર લાભ છે જેથી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી ગરીબ, મધ્યમ વર્ગને નુકસાન કરતા સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવા માંગ કરી હતી.
રિપોટર  વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.
Exit mobile version