પાલનપુરના માલણ દરવાજા નજીક ગેસ ગળતરની ઘટના બનતા સરકારી આવાસ યોજનાના મકાનમાં રહેતા 78 લોકોને તેની અસર થતાં 108 અને ખાનગી વાહની દ્વારા તેમને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડીને ડોક્ટરોની ટિમો દ્વારા તમામ લોકોને સારવાર આપવામાં આવી રહી છે ,જોકે ઘટનાને લઈને બનાસકાંઠા એસપી સહિત પોલીસનો કાફલો સીવલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો ,સારવાર લઈ રહેલા એક વ્યક્તિની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે તો અન્ય લોકોની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે..જોકે ગેસ કટરમાં રહેલો ગેસ લીકેજ થતાં આ ઘટના બની હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.જોકે ઘટના સ્થળે FSL,નગરપાલિકા અને પોલીસની ટીમે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે..
પાલનપુરના માલણ દરવાજા પાસે સરકારી આવાસ યોજનામાં રહેતા 78 લોકોની આંખોમાં અચાનક બળતરા ,તેમજ ઊલટીઓ અમે શ્વાસ લેવામાં તકલીફ થતા તાત્કાલિક 6 જેટલી 108 એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનો દ્વારા 21 બાળકો સહિત 78 લોકોને પાલનપુર સિવિલ
બાઈટ…..ડો,સુનિલ જોશી-સુપ્રીટેન્ડ સીવીલ હોસ્પિટલ પાલનપુર
બાઈટ…પી.જે ચૌધરી -ચેરમેન -બનાસ મેડિકલ કોલે.પાલનપુરના માલણ દરવાજા નજીક બનેલી ગેસ ગળતરની ઘટનાને લઈને શહેરીજનોમાં ભારે ચિંતા પ્રસરી હતી તો માલણ દરવાજા નજીક કોઈ ગેસનું ગોડાઉન કે કોઈ ગેસ લાઇન ન હોવાથી આ ગેસ ક્યાંથી લીકેજ થયો તેને લઈને પોલીસ સહિત નગરપાલિકાની ટીમ અને FSLની ટીમે તપાસ તેજ કરી હતી,જોકે ઘટનાની ગંભીરતાને લઈને બનાસકાંઠા કલેકટર અને એસપી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને તમામ દર્દીઓની મુલાકાત કરી હતી,જોકે ગેસ કટરની બોટલમાં વપરાતા એસીટિલિન ગેસનું ગળતર થતાં આ ઘટના બની હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે ,સરકારી વસાહત નજીક આવેલ કોઈ ભંગારના ડેલામાં પડેલ ગેસ કટરની બોટલ માંથી ગેસ લીકેજ થયો હોવાનું તેમજ આ ગેસનો કોઈ કલર ન હોવાથી ખબર નથી પડતી કે આ ગેસ કયો હતો જોકે આ ગેસ એસીટિલિન ગેસ હોવાનું પ્રાથમિક અનુમાનના આધારે ઘટના સ્થળે FSL, નગરપાલિકા અને પોલીસની ટિમેં પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
બાઈટ….અક્ષયરાજ મકવાણા -એસપી બનાસકાંઠા