ડાંગ, વઘઇ માં ઘરમાં આઇશર ઘુસી ગયું

સ્ટિયરીંગ પર કાબૂ ગુમાવતા બનાવ બનવા પામ્યો

ડાંગ જિલ્લાના વઘઇ નાં નાકા ફળિયા માં એક ટામેટા ભરેલો આઇશર  ટેમ્પો દિવ્યેશભાઈ નાં ઘરમાં ઘૂસી ગયો હતો. જ્યારે કોઈ જાનહાનિ બનવા પામી નથી. આઇશર ના ચાલક દ્વારા સ્ટિયરીંગ પર નો કાબુ ગુમાવી દેતા આઇશર ટેમ્પો એક ઘરમાં ઘૂસી ગયો હતો. અને ઘરને ભારી નુકસાન પહોચ્યું છે. આઇશર ટેમ્પો ને પણ નુકશાન થયું છે. વઘઇ પોલિસે ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Exit mobile version