અડાજણમાં મધરાતે એપાર્ટમેન્ટનો સ્લેબ તુટી પડયો

કોઈ જાનહાનિ થઇ નથી

સુરત શહેર ના અડાજણ વિસ્તારમાં આવેલ જનકપુરી એપાર્ટમેન્ટ નો કેટલોક હિસ્સો રવિવારે મધરાત્રે બે વાગ્યાની આસપાસ ધરાશાયી થઈ એક રો હાઉસનાં વાડામાં પાડયો હતો. રાત્રીના સમયે આ ઘટના બની હતી ત્યારે કોઈ કામગીરી શરૂ નહોતી જેથી કરીને કોઈ જાનહાનિ થઈ નહોતી. જાણકારી મળ્યા અનુસાર આ એપાર્ટમેન્ટ ને નોટીસ પણ આપવામાં આવી હતી. સ્લેબ્ તુટી પડતાં ધડાકાનો અવાજ સાંભળી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં અને ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર બ્રિગેડ નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

Exit mobile version