બ્રેકિંગ ન્યૂઝ

ગુજરાતમાં અનેક સ્થળે માવઠાં, વૃક્ષો અને વીજપોલ ધરાશાયી

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ભર ઉનાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભાવનગર, બોટાદ, અમરેલી, વલસાડ, સાબરકાંઠા-હિંમતનગર, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, અરવલ્લી, ડાંગ સહિતના જિલ્લાઓ અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતિંત થયા છે . બીજી તરફ આકરી ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને ઠંડકનો અનુભવ થયો છે.

Exit mobile version