મહીસાગર જિલ્લાનું લુણાવાડા શહેર એક સમયે સખાવતો, દેવ મંદિરોની ગાથાઓ ધરાવતું લાવણ્ય નગર હતું

મહીસાગર જિલ્લાનું લુણાવાડા(છોટા કાશી)નો 591 મો સ્થાપના દિવસ

#Happy birthday Lunawada

#લુણાવાડા નગર રાજ્ય જન્મદિન શુભેચ્છા

#HHMHARANASHRISIDDHRAJSINHJI

#rajmahallunawada

આજે લુણાવાડા નો 591મો જન્મદિન છે. પાટણ ના સોલંકી રાજાઓ દ્વારા વિક્રમ સંવત 1490 ની અક્ષય તૃતીયા ના પવિત્ર દિવસે સ્થપાયેલ આ રાજ્ય આજે 591 માં વરસ માં પ્રવેશી રહ્યું છે.

 

પાટણ ખાતે નું સોલંકી રાજ્ય સમાપ્ત થતા સોલંકી રાજવીઓ ઉત્તર ગુજરાત ના કાલરીગઢ થઈ સલામત અને યોગ્ય વિસ્તાર ની શોધ માં વીરપુર આવી ને ત્યાં વીરા બારીયા નામ ના શાશક ને હરાવી ઇસવી સન 1225 માં રાજ્ય સ્થાપ્યું, અહીં પણ સતત ગુજરાત ના સુલ્તાનો ના લશ્કરી આક્રમણ થી ત્રાસી ને મહી નદી કિનારે દધિચી પટ્ટન -ડિહ્યા પટ્ટન માં રાજધાની ફેરવી.

 

મહી નદી ના પુર ના કારણે અને સોલંકી રાજવી ભીમસિંહજી ને લુણાવાડા ખાતે ના નાથ સાધુ મહં ત લૂણનાથજી નો આદેશ મળતા ઇસવી સન 1434 માં

તેમણે હાલ ના કાલિકા માતા ના ડુંગર ની તળેટી માં પોતાનો મહેલ અને કુળદેવી ભુવનેશ્વરી માતાજી ની સ્થાપના કરી ને નવું રાજ્ય વસાવ્યું. જેનું નામ લુણનાથ જી ના નામ ઉપર થી અને અહીં ના પ્રદેશ ના લાવણ્ય થકી લાવણયપુરી અથવા લવણ પુરી રાખ્યું, જે કાળક્રમે લુણાવાડા નામ થી ઓળખાય છે.

 

અહીં ના પ્રજાપાલક રાજવીઓ ઘણા બધા પ્રજા ઉપયોગી બાંધકામ અને કાર્યો કર્યા છે.

 

દર વર્ષે લુણાવાડા નો જન્મદિન ધામધૂમ થી ઉજવાય છે, .સાથે સાથે પરશુરામ જયંતિ ની શુભકામના.

 

આપણા વતન લુણાવાડા ને 591 માં જન્મદિન ની ખૂબ ખૂબ શુભકામના .

Exit mobile version