આવતીકાલે અમિતશાહનો વડોદરામાં રોડ શો…વડોદરા લોકસભાના ભાજપ ઉમેદવાર ડો. હેમાંગ જોશીના ચૂંટણી પ્રચારમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો આવતીકાલે સાંજે ભવ્ય રોડ શો યોજશે. સાંજે રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી રોડ શોની શરૂઆત થશે અને નાની શાકમાર્કેટ,ચોખંડી,માંડવી, ન્યાયમંદિર અને તાડફળિયા થઇ માર્કેટ ચાર રસ્તા ખાતે પૂર્ણ થશે.રોડ શોને સફળ બનાવવા માટે ભાજપનું સ્થાનિક સંગઠન કામે લાગ્યું છે,3 કિમીનો રોડ શોથી વડોદરામાં ચૂંટણીનો માહોલ જામશે.