અમરેલીમાં વિવાદો બાદ લોકસભાના કોગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમરનું ફોર્મ માન્ય રાખ્યું.

સમર્થકોએ 'સત્યમેવ જયતે' ના નારા લગાવ્યા, ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી

અમરેલીમાં વિવાદો બાદ લોકસભાના કોગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમરનું ફોર્મ માન્ય રાખ્યું..

– સમર્થકોએ ‘સત્યમેવ જયતે’ ના નારા લગાવ્યા, ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી

લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામા આવ્યાં છે. અને ફોર્મ ભરાઇ ગયા બાદ ગઇકાલે ઉમેદવારી પત્ર ચકાસણી કરવામા આવી હતી. જેમાં અમરેલી લોકસભા બેઠકના કોગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમરના સોંગદનામામાં દર્શાવેલી મિલકત અંગે સ્પષ્ટતા નહીં હોવાનો ભાજપ નેતા રવુભાઇ ખુમાણે વાંધો ઉઠાવ્યો હતો. જેને લઇ અમરેલી જીલ્લાનું રાજકારણ ગરમાયું હતું. ત્યારબાદ સવારથી જ કલેક્ટર કચેરીમા સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ સુનાવણીમાં ભાજપ નેતા રવુભાઇ ખુમાણ તથા લીગલ સેલ વકીલ ટીમ અને કોગ્રેસના વીરજીભાઇ ઠુંમર પણ લીગલ સેલ ટીમ સાથે જીલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતાં. જેમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારની લીગલ ટીમની દલીલો ચૂંટણી અધિકારી દ્વારા સાંભળવામા આવી હતી. અને મહત્વ પૂર્ણ ચુકાદો આપવામા આવ્યો હતો. અંતે જેનીબેન ઠુંમરનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હતું. જે બાદ સમર્થકોએ સત્યમેવ જયતેના નારા લગાવ્યાં હતાં. અને વીરજીભાઇ ઠુંમર સહિત કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતો. કોગ્રેસમાં હરખની હેલી જોવા મળી હતી. વીરજીભાઇ ઠુંમરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં. જેમા જણાવેલ કે, જેનીબેનના ફોર્મ રદ કરવા મામાલે હાર ભાળી ગયેલ ભારતી જનતા પાર્ટી મહેનત કરતી હતી. અંતે જેનીબેનનું ફોર્મ અંતે માન્ય રાખ્યુ હતું. જેથી ખુશી અનુભવુ છું. આ મારી ૧૩ મી મોટી ચૂંટણી છે મે કયારેય કોઇને સામે ક્યારેય વાંધો ઉઠાવ્યો નથી. લોકસભાના ચૂંટણીમાં જેનીબેન ઠુંમર બે લાખ મતોથી જીતી રહી છે. અંતમા પ્રેસ મિડિયાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

Exit mobile version