સુરતની એક હોસ્પિટલમાં પ્રસુતાના મોતથી હોબાળો

પ્રસુતિ બાદ પ્રસુતાનું મોત

ઉત્રાણ ની પ્રસુતા પાયલ ઉ. વ.29, ને પ્રસુતાનો સમય થય આવતા પ્રસુતિ માટે નાના વરાછા, ચિકુવાડી ખાતે આવેલી ડાયમંડ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે સીજેરિયન કરતા પાયલે બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીના જન્મ બાદ પાયલની તબિયત લથડતાં તેને આઇસીયુ માં ખસેડવામાં આવી હતી. જ્યાં બુધવારે સવારે સારવાર દરમિયાન પાયલ નું મોત નિપજ્યું હતું.                                                  જેથી ઉત્રાણ પોલીસ નો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. અને સ્મીમેર હોસ્પિટલમાં પાયલના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામા આવ્યું હતું. રિપોર્ટ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

Exit mobile version