બમરોલીની મિલમાં બ્લાસ્ટ થતાં એક નું મોત

પરિવાર જનોએ મૃતદેહ લેવાનો ઇન્કાર કર્યો

પ્રાપ્ત વિગતો મુજબ બમરોલી રોડ પર આવેલી મનહર પ્રોસેસર મિલની સાડી ઉપર કલર કલર કરવા માટે વપરાતા મશીનમાં બ્લાસ્ટ થયો હતો, આ ઘટનામાં વિધાભગત માલાકર ઉ. વ.51નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે રાજેશ શાહુ ઉ. વ.35, દીપા બાવરી ઉ. વ.30, લક્ષ્મણ પ્રસાદ ઉ. વ.42, ગંભીર રીતે દાઝી ગયા હતા. મીલના હેવી વોશિંગ મસીનનું ટેમ્પ્રેચર મીટર બગડી જવાના કારણે મસિનનું તાપમાન જાણી સકાયું ન હતું. જેના કારણે તે ઓવરહીટ થઈ ગયું હતું. અને તેમાં ડ્રમ મશીન મા બ્લાસ્ટ થયો હતો. મશીનનું ઢાંકણ વિદ્યા ભગત ના માથામાં વાગતા તે પડી ગયો હતો. અને તેનું ઘટનસ્થળે જ મૃત્યુ થયું હતુ. સાથે અન્ય ત્રણ લોકો કામ કરતા હતા તેમને પણ ગંભીર ઈજા પહોંચી હતી. બે કલાક ની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. પરિવારજનો એ મૃતદેહ લેવાનો ઈનકાર કર્યો હતો. તેઓનું કહેવું હતું કે મરનાર સાથે ન્યાય થાય તે માટે મૃત દેહ સ્વિકાર્યો ન હતો પરંતુ આખા દિવસ ચર્ચા બાદ આખરે સાંજે લાશ બહાર કાઢવામાં આવી હતી અને પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. કહેવાય છે કે મિલમાં ફાયર સેફ્ટી નાં પૂરતા પ્રમાણમાં સાધનો નહોતા.

Exit mobile version